રેલવેના નવા નિયમો પછી હવે કેવી રીતે મળશે લોઅર બર્થવાળી સીટ? આ છે નિયમ
મુસાફરી કરવા માટે ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. મુસાફરી કરનારા તમામ મુસાફરોએ આ નિયમોનું પાલન કરવું પડે છે. નિયમોની અવગણના કે ઉલ્લંઘન કરવા પર રેલવે દ્વારા દંડ અને સજા બંનેની જોગવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રેલવેએ તાજેતરમાં એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર કર્યો છે. પહેલાં જ્યાં 120 દિવસ પહેલાં મુસાફરો એડવાન્સમાં ટિકિટ બુક કરી શકતા હતા, હવે તેમને 60 દિવસની તક મળશે. શું આનાથી લોઅર બર્થ માટેના નિયમો પણ બદલાયા છે?
તો તમને જણાવી દઈએ કે એવું નથી. ભારતીય રેલવેમાં લોઅર બર્થની ટિકિટ બુક કરવા માટેના નિયમો જે પહેલાં નક્કી કરવામાં આવ્યા હતા તે જ છે. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તમને ટિકિટ બુકિંગ કરતી વખતે જ લોઅર બર્થ પસંદ કરવાનો વિકલ્પ મળે છે.
જો તમે રેલવેના ટિકિટ કાઉન્ટર પરથી તમારી ટિકિટ બુક કરાવી રહ્યા છો ત્યારે પણ તમને આરક્ષણ ફોર્મમાં લોઅર બર્થ પસંદ કરવાનો વિકલ્પ મળે છે. જોકે, ઉપલબ્ધતાના આધારે જ તમને લોઅર બર્થ મળે છે.
રેલવે દ્વારા લોઅર બર્થ માટે અલગથી કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરવા માટે 'પહેલા આવો પહેલા મેળવો'ના આધારે લોઅર બર્થ ફાળવે છે. આમાં કોઈ વિશેષ જોગવાઈ નથી.
જોકે, જો કોઈ તબીબી સ્થિતિ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હોય, તો આવા કિસ્સામાં ટ્રેનમાં હાજર ટીટીઈ સાથે વાત કરવાથી ટીટીઈ તમને લોઅર બર્થ અપાવી શકે છે. જોકે અહીં પણ ઉપલબ્ધતા પર જ આધાર રાખવામાં આવે છે.