IRCTC Tour: કાશ્મીરમાં પરિવાર સાથે વેકેશન મનાવવા માંગો છો, આ પેકેજનો ઉઠાવો લાભ
IRCTC Kashmir Tour Package: કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવે છે. જો તમે પણ જુલાઈ મહિનામાં કાશ્મીરમાં ફરવા માંગો છો, તો તમે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના ખાસ ટૂર પેકેજનો આનંદ લઈ શકો છો. તો ચાલો તમને આ પેકેજની વિગતો વિશે જણાવીએ.(PC: Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTCએ આ સ્પેશિયલ ટૂર પેકેજને HEAVEN ON ARTH નામ આપ્યું છે. આ પ્રવાસ ઓડિશાના ભુવનેશ્વરથી શરૂ થશે. આ પછી તમને જમ્મુ-કાશ્મીરની ઘણી સુંદર જગ્યાઓ જોવાનો મોકો મળશે. આ પેકેજમાં તમે ભુવનેશ્વરથી દિલ્હી અને પછી દિલ્હીથી શ્રીનગર ફ્લાઇટ દ્વારા જશો. આ પછી તમે ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ જવા મળશે. (PC: Freepik)
તમારો પ્રવાસ 29મી જુલાઈ 2022ના રોજ ભુવનેશ્વરથી શરૂ થશે. આ સમગ્ર પ્રવાસ 2 દિવસ અને 3 રાતનો છે. આ પેકેજમાં તમને ઘણી સુંદર જગ્યાઓ જોવા મળશે.(PC: Freepik)
આ સાથે તમને શ્રીનગરના પ્રખ્યાત અને ખૂબ જ સુંદર ડલ લેકની હાઉસબોટમાં એક દિવસ રોકાવાનો મોકો પણ મળશે. તમને દરરોજ નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે.(PC: Freepik)
તમારી આખી સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કરવામાં આવશે અને તેની સાથે તમારે દરરોજ રાત્રે હોટલમાં રહેવાની સુવિધા મળશે.શ્રીનગરથી દિલ્હી અને પછી દિલ્હીથી ભુવનેશ્વર ફ્લાઇટની સુવિધા મળશે. (PC: Freepik)
જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો, તો તમારે 29,150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બે લોકો મુસાફરી કરો છો તો પ્રતિ વ્યક્તિ 27,300 રૂપિયા ચૂકવવા પડશે. ત્રણ વ્યક્તિઓએ 26,060 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. બાળકો માટે તમારે અલગથી ચૂકવણી કરવી પડશે. આ પ્રવાસ વિશે વધુ માહિતી મેળવવા માટે, તમે IRCTC વેબસાઇટ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBA27B ની મુલાકાત લઈ શકો છો.(PC: Freepik)