મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે...શું બંધ કરાવવું જરુરી છે ?
જો તમે ભારતમાં રહો છો તો આધાર કાર્ડ વગર તમારું કોઈપણ કાર્ય પૂર્ણ માનવામાં આવશે નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડનું શું થાય છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારે બેંક ખાતું ખોલાવવું હોય કે પાસપોર્ટ બનાવવો હોય કે જમીન ખરીદવી હોય આધાર કાર્ડ જરૂરી છે.
ઘણા દેશોમાં એવો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના સરકારી અને સત્તાવાર દસ્તાવેજો નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, જેથી કોઈ આ દસ્તાવેજોનો દુરુપયોગ ન કરી શકે.
પરંતુ ભારતમાં એવું નથી. અહીં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની કોઈ રીત નથી.
જો કે, તે જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના સભ્યોએ આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ.
આ કર્યા પછી, કોઈ ઈચ્છે તો પણ આ આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકશે નહીં.