મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં મળે છે છૂટ, જાણો કેટલો થાય છે ફાયદો
જો તમે પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો અને પરિણીત છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારી પત્નીના નામે પ્રોપર્ટી ખરીદવી એ નફાકારક સોદો હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકો ઘર ખરીદવા માટે લોન લે છે, ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરૂષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે.
પ્રોપર્ટી ખરીદવા પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને બે ટકા સુધીની છૂટ મળે છે.
આ બધા સિવાય મહિલાઓને ઘર ખરીદ્યા બાદ પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળે છે. વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો આ ડિસ્કાઉન્ટ આપે છે.
આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
જો તમે પરિણીત નથી તો તમે તમારી માતાના નામે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો, તેનાથી તમને હજારો રૂપિયાનો ફાયદો મળી શકે છે.