Women Scheme: મહિલાઓ માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો? જાણો મહિલા બચત યોજના કે FD માંથી ક્યાં છે વધુ ફાયદો
સરકારની અનેક યોજનાઓ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. તાજેતરમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના રજૂ કરવામાં આવી હતી, જેમાં બે વર્ષ માટે રૂ. 2 લાખનું રોકાણ કરી શકાય છે. આમાં વ્યાજ દર 7.5 ટકા છે. કોઈપણ મહિલા તેમાં રોકાણ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા સન્માન બચત યોજનાનો વ્યાજ દર ઘણી બેંકોની એફડી કરતા વધારે છે. જો કે આમાં બે વર્ષ માટે જ રોકાણ કરી શકાય છે. આ એક સરકારી યોજના છે, તેથી સુરક્ષાની સંપૂર્ણ ખાતરી છે. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ તો તમે તેમાં રોકાણ કરી શકો છો.
તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો. જ્યારે SBI બેંક 7 દિવસથી 10 વર્ષની મુદતવાળી FD પર 3 ટકાથી 7.10 ટકા સુધીનું વળતર આપે છે. આ બેંક વરિષ્ઠ નાગરિકોને 7.30 ટકા વળતર આપી રહી છે.
HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની મુદત પર 3 ટકાથી 7.20 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે FD પર મહત્તમ વ્યાજ 7.60 ટકા છે.
ICICI બેંક 7 દિવસથી 10 વર્ષની મુદત માટે 3 ટકાથી 7.10 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. ICICI બેંક 15 મહિનાથી 2 વર્ષથી ઓછા સમયગાળાની મુદત પર 7.10 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
PNB બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે 3.50 ટકાથી 7.25 ટકા સુધીની મુદત આપી રહી છે. 445 દિવસથી 2 વર્ષ સુધીની FD પર વ્યાજ દર 6.80 ટકા છે.