NFO Alert: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે તક, આ સપ્તાહે ઓપન થશે આ છ ફંડ ઓફર
આજથી શરૂ થતા આ સપ્તાહ દરમિયાન બજારમાં 6 નવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના નવા ફંડ ઓફર ઓપન થઇ રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય છે. જેએમ સ્મોલ કેપ ફંડનો એનએફઓ આજથી ઓપન થયો છે. તે 10 જૂન સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. તે નિફ્ટી સ્મોલકેપ 250 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે. આમાં રોકાણ કરવાની લઘુત્તમ રકમ 5 હજાર રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppZerodha Nifty 100 ETF પણ સબસ્ક્રિપ્શન માટે ઓપન થઇ ગયો છે. તે 7 જૂન સુધી ઓપન રહેશે. આમાં માત્ર એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. તે નિફ્ટી 100 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે.
Zerodha નો અન્ય NFO, Zerodha Nifty Midcap 150 ETF આજથી સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થયો છે અને 7 જૂન સુધી ઓપન રહેશે. તે નિફ્ટી મિડકેપ 150 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે. આમાં રોકાણ કરવાની ન્યૂનતમ રકમ પણ 1 હજાર રૂપિયા છે.
મોતીલાલ ઓસ્વાલ મલ્ટિકેપ ફંડનો NFO 28મી મેના રોજ ખુલશે અને 11મી જૂન સુધી ખુલ્લો રહેશે. તે નિફ્ટી 500 મલ્ટિકેપ 50:25:25 ઈન્ડેક્સ TR પર બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે. આમાં રોકાણ કરવાની ન્યૂનતમ મર્યાદા 500 રૂપિયા છે.
બરોડા BNP પરિબાસ નિફ્ટી બેંક ETFનો NFO 31 મેના રોજ ખુલવાનો છે. તેનું સબસ્ક્રિપ્શન 14 જૂને બંધ થશે. આમાં 5 હજાર રૂપિયાથી રોકાણ કરી શકાય છે. તે નિફ્ટી બેંકના કુલ વળતર સૂચકાંક સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મેન્યુફેક્ચરિંગ ફંડનો NFO 31 મેના રોજ ખુલશે અને 14 જૂને બંધ થશે. આમાં રોકાણ 1 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. તે S&P BSE ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI પર બેન્ચમાર્ક છે.
डिस्क्लेमर: અહીં આપેલી જાણકારી ફક્ત સૂચના માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજાર/મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPasmita.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતી નથી