Diwali 2023: કશ્મીરથી કન્યાકુમારી સુધી રોશનથી તેજોમય થયો માહોલ, પ્રકાશ પર્વના સેલિબ્રેશનની જુઓ શાનદાર તસવીરો
Diwali 2023: દિવાળીને રોશનીનો તહેવાર કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ દિવસે લોકો પોતાના ઘરને રોશનીથી સજાવે છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરમાં દિવાળીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ પોતપોતાની રીતે રોશનીનો આ તહેવાર ઉજવ્યો. આ તસવીર ગુજરાતના અમદાવાદ શહેરની છે, જ્યાં સ્વામિનારાયણ સંતોએ દીવાઓની મદદથી રામ મંદિરનું નિર્માણ કર્યું હતું. આવતા વર્ષે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખુલશે.
કાશ્મીરથી કન્યાકુમારી અને રાજસ્થાનથી આસામ સુધી લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો. આસામના ગુવાહાટી શહેર દીવડાથી ઝગમગી ઉઠ્યુ હતું. દિવાળી નિમિત્તે શહેરનો દરેક વિસ્તાર રોશનીથી નહાતો જોવા મળ્યો હતો.
દિવાળીના અવસર પર સામાન્ય લોકો જ તેમના ઘરોને રોશનીથી ઝળહળતા નથી, પરંતુ રાજકારણીઓ પણ તેમના ઘરોને રોશની કરતા જોવા મળ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 1 એન માર્ગ પર દીપ પ્રગટાવી લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટિટવાલ સ્થિત શારદા મંદિરમાં દિવાળીના અવસર પર પૂજા કરવામાં આવી હતી. આ મંદિર એલઓસીની બાજુમાં છે. 'સેવ શારદા કમિટિ'ના સ્થાપક અને વડા રવિન્દ્ર પંડિતાએ જણાવ્યું કે, 75 વર્ષમાં પહેલીવાર અહીં દિવાળી પર પૂજા થઈ રહી છે.
રાજસ્થાનની રાજધાની જયપુરના બજારોને રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ચારેબાજુ બજારોમાં રોશની ઝગમગતી જોવા મળ્યાં હતા ચંદ્રયાન-3 મિશન દર્શાવતું ISROનું રોકેટ પણ જયપુરના એક સ્થળે તૈયાર કરવામાં આવ્યું હતું. તેની આસપાસ તાર પણ મુકવામાં આવ્યા હતા.
દિલ્હીના ગુરુદ્વારા બાંગ્લા સાહિબ પણ દિવાળીમાં રોશનથી ઝળહળી ઉઠ્યુ હતું.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં જોઈ શકાય છે કે લોકો ફટાકડાની લાંબી તાર સળગાવી રહ્યા છે. ચેન્નાઈનું આકાશ પણ ફટાકડાની રોશનીથી રંગાઈ ગયું હતું.
દિવાળીના અવસર પર દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પણ રોશનીથી નહાતું જોવા મળ્યું હતું. માત્ર રાષ્ટ્રપતિ ભવન જ નહીં, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક બંને લાઇટથી રંગીન કરવામાં આવ્યા હતા
દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકો સાથે દિવાળી મનાવી અને પોતાના હાથે તેમને મીઠાઈ ખવડાવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરહદ પર તૈનાત જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદથી પીએમ મોદી દિવાળીના અવસર પર સૈનિકોને મળી રહ્યા છે. ગત વખતે તેણે કારગીલમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી.