Diwali 2023: દિપાવલીની રાત્રીએ દિવડાથી ઝગમગી ઉઠી કાશીનગરી, વિશ્વધામ દીપકથી થયું તેજોમય, જુઓ તસવીરો
Diwali 2023 Celebration: વારાણસીનું કાશી વિશ્વનાધ ધામ પ્રકાશના તહેવાર દિવાળી પર સંપૂર્ણપણે અલગ દેખાતું હતું. કાશી વિશ્વનાથ મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું હતું. સુંદર નજારાએ ભક્તોના હૃદયને મોહી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર દેશમાં પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. કાશીમાં પણ ભારે ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. લોકો એકબીજાને મળી રહ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. ચારે બાજુ આનંદ અને ઉત્સાહનો માહોલ હતો.
તહેવારની ખુશીમાં મીઠાઈઓ અને ભેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દિવાળી પર બાબા વિશ્વનાથનો દરબાર પણ દિવડાથી ઝગમગી ઉઠયો.
ગર્ભગૃહની સાથે મંદિર પરિસર અને કાશી વિશ્વનાથ ધામ દીવાઓથી ઝળહળી ઉઠ્યા છે. સુંદર નજારો ભક્તોને મંત્રમુગ્ધ કરે છે.
ચારેબાજુ દીવાઓની રોશની ઝગમગી રહી છે કાશીનગરી. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય અર્ચક શ્રીકાંત મિશ્રાએ તમામ દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે બાબા વિશ્વનાથની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી. દિવાળીના અવસર પર કાશી વિશ્વનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
કાશી વિશ્વનાથ ધામમાં પ્રકાશપર્વ પર ભક્તોની ભીડ જામી હતી. ભક્તોએ બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવીને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી.