Ayushman Card:આયુષ્માન કાર્ડથી આ બીમારીનો થાય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત ઇલાજ, કાર્ડ મેળવવાની પ્રોસેસ જાણો
Ayushman Bharat Card: આજકાલ આ રોગની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસેસ સમજી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના માટે અરજી કરવા માટે, તેની ઓફિશિયલ વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગિન કરો.
તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરો.
તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમે રાજ્ય પસંદ કરો. નામ, મોબાઈલ નંબર, રેશનકાર્ડ અને અન્ય વિગતો ભરો.
તમે જમણી બાજુએ ફેમિલી મેમ્બરમાં ટેબ કરો અને તમામ લાભાર્થીઓના નામ ઉમેરો.
સબમિટ કરો. સરકાર તમને આયુષ્માન કાર્ડ આપશે. આ પછી તમે તેને ડાઉનલોડ કરીને પછી ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.
આ યોજના હેઠળ, હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, કોરોના, કેન્સર, કિડની રોગ, હૃદયરોગ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ડાયાલિસિસ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, વંધ્યત્વ, મોતિયા અને અન્ય ચિન્હિત ગંભીર બીમારીની સારવાર આપવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ હેઠળ 59 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવે છે, જેમાં બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે સહિતના તમામ મહત્વના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ દ્વારા મેલેરિયા તાવ, HIV, ગર્ભાશયની સર્જરી, મોતિયા, સારણગાંઠ, પાઈલ્સ, હૃદયરોગ અને ટીવી જેવા રોગોની સારવાર આ તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.