Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.
આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.
આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીશ્રી સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.