Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Heeraben Modi Passed Away: પંચમહાભૂતમાં વિલીન થયા વડાપ્રધાન મોદીના માતા, જુઓ હીરાબાની અંતિમ યાત્રાની તસવીરો
Heeraben Modi Passed Away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. માતાના નિધન બાદ વડાપ્રધાન મોદી ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમની માતા હીરાબાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
હીરાબાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓના કારણે બુધવારે સવારે 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર'માં દાખલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ તેમની માતા હીરાબાને કાંધ આપી હતી.
હીરાબાના પાર્થિવ દેહને ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો.
પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા મોટા પુત્ર સોમાભાઈએ મુખાગ્નિ આપ્યો હતો. ત્યારબાદ પીએમ મોદી અને અન્ય ભાઈઓએ પણ માતાને મુખાગ્નિ આપ્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.