Vibrant Gujarat 2024: ગ્લોબલ ટ્રેડ શો માં ટ્રાન્સપોર્ટ એરક્રફ્ટ રેપ્લિકા બની આકર્ષણનું કેન્દ્ર,જુઓ તસવીરો
ગ્લોબલ ટ્રેડ શો માં ટ્રાન્સપોર્ટ એરક્રફ્ટ રેપ્લિકા આકર્ષણનું કેન્દ્ર બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોબલ ટ્રેડ શોમાં ટાટા ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની રેપ્લિકા મુકવામાં આવી છે.
ટાટા ગ્રુપ દ્વારા વડોદરામાં એરક્રાફટ તૈયાર કરવામાં આવશે. ટાટા ગ્રુપને ૪૦ એર ક્રાફટ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે.
ટાટા ગ્રુપ દ્વારા વર્ષ ૨૦૨૬માં પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી થશે.
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને આ સમિટમાં જણાવ્યુ છે કે, “અમે C295 ડિફેન્સ એરક્રાફ્ટનું નિર્માણ શરૂઆતમાં વડોદરામાં અને પછી ધોલેરામાં કરી રહ્યા છીએ અને તે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે જણાવ્યુ હતુ કે, ટાટા ગ્રુપ માટે ગુજરાત ઘણું ખાસ છે. ટાટા ગ્રુપનો જન્મ નવસારીમાં થયો હતો, જે ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાનું જન્મ સ્થળ છે.’