બીપિન રાવતના અંતિમ સંસ્કાર પહેલા બંને પુત્રીઓ અંતિમવાર પિતા-માતને નિહાળવા પહોંચી, આંસુ ભીની આંખે આપી વિદાય, જુઓ ભાવુક કરી દેતી તસવીરો
બુધવારે હેલિકોપ્ટર ક્રેશ થતાં તમિલનાડુના કુનુરમાં જનરલ બીપીન રાવત અને તેમની પત્ની મધુલિકાનું નિધન થઇ ગયું, આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતા અને પિતા બંનેને એકસાથે ગુમાવનાર બિપીન રાવતની પુત્રી કૃતિકા અને તારીની અગ્નિસંસ્કાર પહેલા પિતાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે પહોંચી હતી અને અશ્રુભીની આંખે પુત્રી અને પૌત્રએ અંતિમ વિદાય આપી હતી.
ભયંકર હેલિકોપ્ટર દુર્ઘટનામાં માતા-પિતા બંનેને એક સાથે ગુમાવનાર તારીની અને કૃતિકાએ માતા પિતાને છેલ્લી વખત પ્રણામ કરીને પુષ્પાજલિ આપી હતી. ભારે હૈયે માતા-પિતાને સાથે વિદાય આપના સંતાનોના ચહેરા પર બંને એક સાથે ગુમાવી દેવાની વ્યસ્થા સ્પષ્ટ દેખાતી હતી.
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સીડીએસ બીપીન રાવતને તોપોની સલામી આપી હતી અને 6 લેફ્ટિટન્ટ જનરલ તિરંગાના સાથે લઇને તેમના પાર્થિવ દેહ સાથે ચાલ્યાં હતા.