અમદાવાદના પરિવારને દ્વારકા નજીક નડ્યો અકસ્માત, અન્ય કાર સાથે ટક્કર થતા ચાર લોકોના મૃત્યુ
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયો છે. તમામ મૃતકો અમદાવાદના હોવાનુ સામે આવ્યું છે. દ્વારકાના ચરખલા નજીક બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો છે. જોકે, તેને પગલા ઈજા પહોંચતા તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ મહિલા ૧ પુરુષ નું મોત થયું છે. જ્યારે 1 ઇજાગ્રસ્ત છે. અકસ્માતની જાણ થતાં બે ૧૦૮ એમ્બ્યુલન્સ અને દ્વારકા પાલિકા ફાયર પહોંચી હતી. તમામને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.
મૃતકોના નામ રોનક વિજય રાજપૂત ૩૨ વર્ષ. મધુબેન વિજય ભાઈ રાજપૂત ૫૫ વર્ષ. ભૂમિ જયેશ ચોધરી ૩૬ વર્ષ અને પૂજા રોનક ભાઈ રાજપૂત ૩૦ વર્ષ. અને ઇજાગ્રસ્ત રુદ્ર જયેશ ચોધરી સગીર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદનો આ પરિવાર દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો.
અમદાવાદનો રાજપુત પરીવાર દ્વારકા જગત મંદીરે દર્શન કરવા પોતાના ખાનગી વાહન દ્વારા આવ્યો હતો. ત્યારે દ્વારકા જગતમંદિરમાં દર્શન કરી પરત અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન દ્વારકાથી આશરે ત્રીસ કિલોમીટર દુર ચરકલા રોડ પર આવેલા આંબલીયા ચોકડી પાસે તેઓને અકસ્માત નડ્યો હતો. આંબલીયા ચોકડી પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત થયો હતો.