Gujarat Rain: વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ, જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય તલોદમાં સવા પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ શરૂ થયો હતો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ, પોશિનામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય છેલ્લા 24 કલાકમાં માણસામાં સાડા ચાર, પ્રાંતિજમાં ચાર ઈંચ, રાધનપુરમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, મહેસાણામાં સાડા ત્રણ ઈંચ, ડીસામાં સાડા ત્રણ ઈંચ, આણંદમાં સવા ત્રણ ઈંચ, પાલનપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ખેરાલુમાં અઢી ઈંચ, સરસ્વતીમાં અઢી ઈંચ, ધરમપુરમાં અઢી ઈંચ,જોટાણામાં અઢી ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ,કુકાવાવમાં અઢી ઈંચ, વઘઈમાં સવા બે ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ,ખંભાતમાં સવા બે ઈંચ, વડગામમાં સવા બે ઈંચ,દિયોદરમાં સવા બે ઈંચ, મોડાસામાં સવા બે ઈંચ, ખેરગામમાં બે ઈંચ, સિદ્ધપુરમાં બે ઈંચ, આહવામાં બે ઈંચ, કપડવંજમાં બે ઈંચ, થરાદમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કપરાડામાં પોણા બે ઈંચ, ગોંડલમાં પોણા બે ઈંચ,સિહોરમાં પોણા બે ઈંચ, બોટાદમાં પોણા બે ઈંચ, મેઘરજમાં પોણા બે ઈંચ, સંખેશ્વરમાં પોણા બે ઈંચ, ધનસુરામાં પોણા બે ઈંચ, જેતપુરમાં દોઢ ઈંચ, કડાણામાં દોઢ ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, ટંકારામાં દોઢ ઈંચ, વ્યારામાં દોઢ ઈંચ, રાજકોટમાં દોઢ ઈંચ, હળવદમાં દોઢ ઈંચ, નેત્રંગમાં દોઢ ઈંચ, સમીમાં દોઢ ઈંચ, હારીજમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં દોઢ ઈંચ, વાંસદામાં દોઢ ઈંચ, વાલોડમાં દોઢ ઈંચ, સોનગઢમાં સવા ઈંચ, ઉમરગામમાં સવા ઈંચ, જસદણમાં સવા ઈંચ, વડનગરમાં સવા ઈંચ, પોશીનામાં સવા ઈંચ, ભરૂચમાં સવા ઈંચ, મોરબીમાં એક ઈંચ, બરવાળામાં એક ઈંચ, ચાણસ્મામાં એક ઈંચ, લાલપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે છ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છુટાછવાયા સ્થળો પર પણ ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં સૌથી વધુ સીઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 128.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 122 ટકા, મધ્ય ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.