રાજ્યના 233 PSIને અપાયુ પ્રમોશન, બિન હથિયારી PSIને PI તરીકે બઢતી અપાઈ
આ બઢતી મેળવનાર અધિકારીઓ વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવે છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય પોલીસ દળમાં મહત્વપૂર્ણ બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૩માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૨માં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બઢતી હેઠળ, પસંદગી પામેલા અધિકારીઓને પગાર ધોરણ લેવલ ૭માંથી લેવલ ૮માં મૂકવામાં આવશે. જોકે, આ બઢતી કેટલીક મહત્વપૂર્ણ શરતોને આધીન રહેશે:
બઢતી પામનાર અધિકારીઓ વિરુદ્ધ તા. ૧૬/૦૩/૨૦૨૪ સુધી કોઈપણ પ્રકારની શિક્ષા થયેલ ન હોવી જોઈએ.
જો કોઈ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કે કોર્ટ કેસ ચાલુ હોય, તો તેમની બઢતી મોકૂફ રાખવામાં આવશે.
બધા અધિકારીઓ પાસે માન્ય એલ.એમ.વી. લાયસન્સ હોવું આવશ્યક છે.
અધિકારીઓએ સી.સી.સી. પ્લસ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા નિયમ મુજબ તેમાંથી મુક્તિ મેળવેલી હોવી જોઈએ.
વધુમાં, બઢતી પામેલા અધિકારીઓને તેમના હાલના ફરજના સ્થળે જ પ્રતિક્ષામાં રાખવામાં આવશે, જ્યાં સુધી વિગતવાર નિમણૂંક હુકમો જારી ન થાય. જો કોઈ અધિકારી બઢતી સ્વીકારવાનો ઇનકાર કરે, તો તેમની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવશે.
આ બઢતીઓ LAST IN FIRST OUTના સિદ્ધાંત પર આધારિત છે, જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં જો જરૂર પડે તો છેલ્લે બઢતી પામેલા અધિકારીઓને પહેલા પાછા મૂળ જગ્યા પર મોકલવામાં આવશે.
બઢતીની શરતો