Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Patan Rain: પાટણમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, લોકો મુશ્કેલીમાં, જુઓ તસવીરો
પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ અવિરત વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ફરી વળ્યા છે. પદ્મનાથથી પાંચ ગામને જોડતો માર્ગ પાણીમાં ગળકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલિકાના વાંકે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણમાં 3 ઈંચ વરસાદમા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયાના કલાકો પસાર થવા છતાં હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
પાટણના પદ્મનાથ વિસ્તારમા માર્ગ પર પાણી પાણી છે. પદ્મનાથથી રામ નગર, બોરસણ, રણુજ સહિતના પાચ ગામનો જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.
વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. સ્થાનિક રહીશો પણ ઘૂંટણસમા પાણીમાં રસ્તો પસાર કરવા મજબુર બન્યા છે.
વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી થઈ છે. પાટણ નગરપાલિકા હદ વિસ્તારમા આવતા રામ નગરના સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.