આવતીકાલે ચાર જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુરુવારે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલે (૨૭ ડિસેમ્બરે) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આવતીકાલે (૨૭ ડિસેમ્બરે) રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ચાર જિલ્લાઓ છે: છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ. આ વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
૨૮ ડિસેમ્બરે રાજ્યના અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આમ, રાજ્યમાં આગામી બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.