Gujarat Assembly Election: આમ આદમી પાર્ટીએ પ્રથમ લિસ્ટમાં 10 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ દક્ષિણ પરથી શિવલાલ બારસિયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. ખોડલધામ સાથે જોડાયેલા હોવાના કારણે તેઓ શિવલાલ બારસિયા નરેશ પટેલના પણ નજીક છે. શિવલાલ બારસિયાનું મૂળ ગામ ગોંડલ તાલુકાનું ગુંદસરા છે .વર્ષોથી વેપારીઓ અને ઉધોગપતિઓમાં ખાસી પકડ ધરાવે છે. અગાઉ કોર્પોરેટર તરીકે લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.
આમ આદમી પાર્ટી દ્વારા અર્જુન રાઠવાને છોટા ઉદેપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા જગમલ વાળાને સોમનાથ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ઓમ પ્રકાશ તિવારીને અમદાવાદની નરોડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુધીર વાઘાણીને ગારિયાધાર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા રાજેન્દ્ર સોલંકીને બારડોલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ભેમાભાઈ ચૌધરીને દિયોદર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા સાગર રબારીને બેચરાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.