PHOTO: ખાખીને સલામ! ભારે વરસાદમાં ફસાયેલા 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડતી કચ્છ પોલીસ
Kutch Police Rescue: કચ્છમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ બતાવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. આવી સ્થિતિમાં ફસાયેલા લોકોની વહારે કચ્છ પોલીસ આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાખીની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. અંજાર પોલીસે ચાલું વરસાદમાં ઉત્તમ કામગીરીથી લોકો સુરક્ષિત જગ્યાએ પહોચ્યા છે.
સાંગ નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અંજાર પોલીસ સ્ટાફ જીવના જોખમ પર વિસ્તારમાં જઇ લોકોને નીચાણવાળી જગ્યા છોડી દેવા સૂચના આપી હતી.
આ વિસ્તારમાં રહેતા 30 એક લોકોને પોલીસે સાવધાન કરી સલામત જગ્યાએ ખસેડ્યા હતા.
અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શનમાં પીએસઆઇ તેમજ સ્ટાફની કામગીરીની લોકોએ સરાહના કરી હતી.
ભારે વરસાદના કારણે અંજારમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે તો તંત્ર પણ સતત નિરીક્ષણ કરી રહ્યું છે કે કોઈ લોકો પાણીમાં ફસાય નહિ ને સુરક્ષિત જગ્યાએ રહે.
અંજારમાં તંત્ર પણ એલર્ટ થઈને લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા સૂચના આપી છે.
અંજાર મામલતદારની ટીમ સાથે વરસાદમાં લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. અંજારમાં 8 ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.