Gujarat Rain PHOTO: જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા, જુઓ જળબંબાકારની તસવીરો
Gujarat Rain PHOTO: જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત વિસાવગરના જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે.
આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 2 ડેમ ઓવરફલો થયો છે.
જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે.
જૂનાગઢના દાતાર અને ગિરનાર વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.
જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદને લઈને ઓઝતમાં પાણીની આવક થઈ છે. જ્યારે બામણાસા ઘેડ પાસે ઓઝત નદીનો પાળો તૂટી ગયો છે. નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.
ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક નદી-નાળા છલકાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.