Ahmedabad Blast 2008 : પીડિત પરિવારોમાં જશ્ન, ફટાકડા ફોટી કરી ઉજવણી, જુઓ તસવીરો
અમદાવાદઃ અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દેશના ઈતિહાસમા પ્રથમવાર ૩૮ આરોપીને ફાંસીની સજાને આવકાર્યો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન કરાયું છે. 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપી નંબર ૧થી ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટનો બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતનો આદેશ આપ્યો છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલા ઓ ને 25 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા... એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ.
બીજી તરફ બચાવ પક્ષની મુખ્ય દલીલો હતી કે, આરોપીઓને સુધારાનો અવકાશ. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડીસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં... આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી ને ઘણી કોર્ટોએ ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ
દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી. આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવી હતી.
નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા.