'કેવી રીતે ભણશે ગુજરાત' - તંત્રની પોલ ખુલી, પ્રથમ વરસાદમાં જ શાળામાં કેડ સમા પાણી ભરાયા, વિદ્યાર્થીઓને આપવી પડી રજાઓ...
Ahmedabad Rain: ચોમાસાનો વરસાદ ઠેર ઠેર તબાહી મચાવી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સિઝનના પહેલા વરસાદે જ તંત્રની કેટલીય પોલ ખોલી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં દયનીય દ્રશ્યો અમદાવાદની એક શાળામાંથી સામે આવ્યા છે. શાંતિપુરા પ્રાથમિક શાળાના બાળકોને ભણવા માટે મુશ્કેલીઓ પડી રહી છે,
કેમ કે અહીં આખેઆખી શાળામાં વરસાદી પાણી 2 ફૂટ સુધી ફરી વળ્યા છે. હાલમાં વિદ્યાર્થીઓને રજા અપાઇ છે.
ચોમાસાના વરસાદે સરકાર અને તંત્રની પોલી ખોલી દીધી છે, હાલમાં અમદાવાદની એક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખરેખરમાં, છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અમદાવાદમાં રિંગરૉડ પર આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. વરસાદી પાણી સાથે સાથે દુષિત પાણીનો 2 ફૂટ જેટલો જમાવડો થયાં વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઇ છે.
શાંતિપુરા પ્રાથમિક શાળાના મોટા ભાગના વર્ગખંડોમાં હજુ પણ બે ફૂટ જેટલુ પાણી ભરાયેલુ છે, વિદ્યાર્થીઓને બેસવા માટે જગ્યા નથી મળી રહી જેના કારણે હાલમાં રજા અપાઇ છે.
ખાસ વાત છે કે, દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી શાળામાં ફરી વળે છે, પરંતુ અમદાવાદ તંત્ર કે સરકાર કોઇ કાર્યવાહી કરતુ નથી.
દર વર્ષે આ સ્થિતિ સર્જાય ત્યારે વિદ્યાર્થીઓને 15 દિવસ સુધીની રજાઓ આપવામાં આવે છે.
વર્ગખંડની સાથે સાથે શાળાનુ મેદાન પણ પાણીથી ભરાઇ ગયેલુ દેખાઇ રહ્યું છે.