Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
વધુમાં, તેમણે 7 થી 14 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાનાર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બની ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે, જે મુખ્યત્વે ઓમાન તરફ જવાની શક્યતા છે.
જો કે, જો ભારે દબાણ કે પવનની સ્થિતિ રહેશે તો તે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ અસર કરી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
અંતે, અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાંથી વિદાય લેશે.