Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, તો અમેરિકાના જ્યૉર્જિયામાં નીકળી શ્રી રામની ભવ્ય નગરયાત્રા, તસવીરો જુઓ....
Ram Mandir News: વર્ષોની તપસ્યા અને પ્રતિજ્ઞા બાદ આજે અયોધ્યામાં રામ પધારી રહ્યાં છે, અયોધ્યામાં આજે પીએમ મોદીની હસ્તે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે રામલલ્લા 500 વર્ષો બાદ પોતાના નિજ ધામમાં પરત ફરી રહ્યાં છે, ત્યારે દેશની સાથે સાથે વિદેશોમાં પણ ઉજવણીની ધૂમ જોવા મળી રહી છે,
હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકામાં પણ રામભક્તોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉજવણી શરૂ કરી છે,
આજે જ્યૉર્જિયા શહેરમાં ભારતીયોએ શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી છે.
મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં પણ રામ નામની ધૂમ મચી છે, સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકાના જ્યૉર્જિયા શહેરમા શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી છે.
અમેરિકાના જ્યૉર્જિયાના મેકનમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં શ્રી રામ મંદિર અયોધ્યાને લઇને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આજે આ મંદિરમાં અભિષેક કરવામાં આવ્યો હતો, આ પછી ભારતીયી રામભક્તોએ શ્રદ્ધાપૂર્વક શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી હતી.
આ નગરયાત્રામાં નાના બાળકોથી લઇને બહેનો અને ભાઇઓ જોડાયા હતા, ગરબા સાથે રાસગરબાની પણ રમજટ જામી હતી.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉમિયા માતાજીના મંદિરમાં ભવ્ય રીતે સામૂહિક આરતી ઉતારીને લોકો ભાવવિભોર થયા હતા, આ પ્રસંગે અમેરિકામાં રહેતા ભારતીયો ભગવા રંગમાં રંગાયા હતા.