Vadodara Boat Tragedy: CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હોસ્પિટલ, બાળકોના પરિજનોનું હૈયાફાટ રુદન
Vadodara Boat Tragedy: વડોદરા ખાતે આવેલા હરણી તળાવમાં બોટ પલટી ખાતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમા 13 બાળકો અને બે શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દુર્ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક વડોદરા પહોચ્યા હતા.
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
iમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જોઈને પરિજનોની આંખો આંસુથી છલકાઈ હતી.
આ ઉપરાંત હરણી તળાવની દુર્ઘટનાના સ્થળે પહોંચીને રાહત-બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી.
હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.