Guru Purnima 2024: બજરંગદાસ બાપાનું બગદાણા ધામ 'ગુરુ આશ્રમ' તરીકે પણ ઓળખાય છે
ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું બગદાણા ગામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો આશ્રમ આવેલો છે. આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે. જે 'ગુરૂ આશ્રમ' તરીકે ઓળખાય છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ યથાવત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ 4નાં દિવસે અને બીજો ઉત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.
ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે દૂર દૂરથી ભાવિક ભક્તો બગદાણા પહોંચે છે. આ દિવસે મોટા મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.
પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું.
બજરંગદાસ બાપાએ અલગ-અલગ આધ્યાત્મિક ગુરુઓ પાસેથી માર્ગદર્શન અને જ્ઞાન મેળવ્યું હતું. તેમણે સમગ્ર ભારતમાં તીર્થ યાત્રા કર્યા બાદ બગદાણાની પાવનભૂમિ પર પોતાનો આશ્રમ શરુ કર્યો.
બજરંગદાસ બાપાએ કરુણા નિષ્વાર્થસેવા તેમજ ભૂખ્યાને ભોજનનો મંત્ર સેવારુપી સિદ્ધ કરી આશ્રમને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું. આજે સૌરાષ્ટ્રના કોઈપણ ગામમાં બજરંગદાસ બાપાના નામની નાની મઢુલી ગામના પ્રવેશદ્વાર પર જોવા મળે છે. બજરંગદાસ બાપેએ તેમના જીવન દરમિયાન અનેક ચમત્કાર દ્વારા ભક્તોના દુખને દૂર કર્યાના અનેક દાખલા આજે પણ લોકમુખે ચર્ચાય છે.
આજે ગુરુપૂર્ણિમાનાં દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજરંગદાસ બાપાના દર્શન કર્યા હતા.
ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યપ્રધાનનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.