Exit Poll 2024
(Source: Poll of Polls)
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસ પર પૂજય લાલબાપુ અને ગધેથડ ગાયત્રી આશ્રમ વિશે જાણો
Guru Purnima 2024: અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આજે એટલે કે 21 જુલાઈ, 2024 ના રોજ ઉજવવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ગધેથડનો ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેઓએ શરુ કરાવ્યું હતું. વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ હતું. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.
લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી ચૂકયા છે. 67 વર્ષની ઉંમર દરમિયાન પૂ. લાલબાપુ 50 વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે. જેમાં 21 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમાવેશ થાય છે . પૂજ્ય લાલબાપુ હાલના સમયમાં પણ દરરોજ 21 કલાક સુધી એકાંતવાસમાં રહી સાધના કરે છે. માત્ર 3 કલાક જ તેઓ પોતાની કુટીરમાંથી બહાર આવે છે.
પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટીરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી. તેમની સાધના કુટીરમાં માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરુ આવેલુ છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી.
પૂ. લાલબાપુ દ્વારા માત્ર ભકિત જ નહીં પરંતુ સાથે-સાથે સમાજસેવાના કાર્યો પણ કરવામાં આવે છે. પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂકયા છે.
વર્ષોથી સાદુ જીવન જીવી સાધના કરતા પૂજય લાલબાપુ તેમના આશ્રમે આવતા દર્શનાર્થીઓને પોતાના હાથે રસોઈ બનાવી જમાડે છે. પોતાના શિષ્ય રાજુ ભગત અને દોલુભગત તેમના આ કાર્યમાં તેમને સાથ આપે છે.
માત્ર સાધના નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવના તેમનામાં જોવા મળે છે. આજના યુવાવર્ગમાં જોવા મળતા વ્યસનથી તેઓ ખૂબ દુખી છે. વારંવાર તેમના પ્રવચનમાં તેઓ યુવાનોને વ્યસન છોડવા માટેનો આગ્રહ રાખતા હોય છે. અહીં આવતા તમામ દર્શનાર્થીઓને તેઓ માતા-પિતાની સેવા કરવી તેમજ ગરીબને મદદરુપ બનવાની શિખ આપે છે. જો આપણે પરંપરા અને સંસ્કાર ટકાવી રાખીશુ તો આવનારી પેઢી અને સમાજ વિશ્વમાં ભારતનો ડંકો વગાડતા નહીં રોકી શકે તેવો વિશ્વાસ તેઓ વ્યકત કરે છે.
પોતાની પાંચ દાયકાથી વધુ સમયની સાધનાને પગલે આજે પૂજય લાલબાપુ મોટો સેવકગણ ધરાવે છે. પોતાના જીવનમાં તેમના દર્શન માત્રથી આવેલા સારા પરિણામને પગલે લોકો તેમને ગુરુ માને છે. આવા મહાનુભવોની મસમોટી યાદી આજે જોવા મળે છે.