Biparjoy cyclone PHOTO: તસવીરોમાં જુઓ બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે રાજ્યના દરિયાના દ્રશ્યો
Biparjoy cyclone PHOTO: બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ તિવ્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.
ભાવનગરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
દિવના દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળતા દ્વારકાની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.
દ્વારકાના ગોમતી ઘાટમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
સાવચેતીના ભાગરુપે દમણના દરિયા કાંઠે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નવસારીના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.
વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
પોરબંદરમાં દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું
ગીર સોમનાથ ખાતે ગામની દિવાલો પર દરિયાનું પાણી પહોંચી ગયું