Cyclone Tauktae : અમરેલીમાં વાવાઝોડાએ મચાવ્યો તહેલકો, અનેક લોકો થયા બેઘર, જુઓ તસવીરો
અમેરલી જિલ્લામાંથી પસાર થયેલા તૌકતે વાવાઝોડાએ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. સૌથી વધુ નુકસાન અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લાના અનેક ગામડાઓમાં લોકોના ઘર પડી ગયા છે. જેના કારણે ઘર હોવા છતાં લોકો બેઘર બન્યા છે. વાવાઝોડાના કારણે અનેક મકાનોના નળીયા ઉડી ગયા છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.
વાવાઝોડું અમેરલી જિલ્લામાંથી જ્યાંથી પસાર થયું ત્યાં વિનાશ વેર્યો હતો. જિલ્લાના મોટાભાગના શહેરો-ગામડાઓમાં મોબાઈલ સેવા ખોરવાઈ ગયા હતા.
અમરેલીમાં અનેક જગ્યાએ વીજપોલ, થાંભલા વાવાઝોડાના કારણે પડી ગયા હતા. ઘણી જગ્યાએ વાહનો વૃક્ષ નીચે દબાયા હતા.
અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા હતા. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું હતું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે.
અમરેલીમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
અમરેલી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે શેત્રુજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા.
અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં દૂધાળા પશુના મોત થયા છે.