Dayro: વિજય ગઢવીના ડાયરામાં રંગત, સોનલ માંના ડાયરા મહોત્સવમાં ઉડ્યા લાખો રૂપિયા, તસવીરોમાં જુઓ માહોલ
Dwarka Dayro News: ફરી એકવાર ગુજરાતમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, દ્વારકાના ખંભાળિયામાં ફરી એકવાર કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું આગવુ મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અલગ અલગ પ્રસંગે ડાયરો જામતો હોય છે, આ વખતે દ્વારકામાં આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ ડાયરાની રંગત જામી છે,
અહીં મોટી સંખ્યામાં ડાયરાપ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો થયો છે. હાલમાં આનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકામાં છેલ્લા થોડાક દિવસોથી ડાયરાની મહેફિલ જામી છે. જેમાં દરરોજ નવા નવા કલાકારો રંગત જમાવી રહ્યાં છે.
ગઇકાલે ખંભાળિયાના સોનલધામ ખાતે ભવ્ય લોકડાયરા યોજાયો હતો, જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો.
આઈ સોનલ માં ના સતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.
દ્વારકાના ખંભાળિયામાં ચાલી રહેલા આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ગઇકાલે કલાકાર વિજય ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી હતી,
જેમના લોક ડાયરામાં રૂપિયાનો ફરી એકવાર રૂપિયાના ઢગલા થયા હતા. મોટી સંખ્યામાં સંગીતપ્રેમી લોકોએ ચલણી તેમની ઉપર નોટોનો વરસાદ કરી દીધો હતો. આ લોક ડાયરામાં વિજય ગઢવી સહિતના કેટલાક કલાકારો સામેલ થયા હતા.
આ પહેલા પણ કીર્તિદાન-ભીખુદાન ઉપર લાખો રૂપિયા ઉડ્યા હતા, દ્વારકાના ડાયરામાં રૂપિયાનો વરસાદનો વીડિયો વાયરલ થયો હતો