Ram Topi Photos: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લાખો લોકો પહેરશે સુરતમાં બનેલી 'રામ ટોપી', અહીં થઇ રહી છે બનીને તૈયાર
Ram Mandir News: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં છે, આગામી 22મી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલ્લાનું નિજ મંદિરમાં 500 વર્ષ બાદ સ્થાપન થવાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભવ્ય અને દિવ્ય પ્રસંગને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે દેશભરમાંથી કંઇકને કંઇક યોગદાન મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવે સુરતમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં રામ મંદિર અને અયોધ્યા પ્રસંગને લઇને રામ ટોપી બનાવવામાં આવી રહી છે, સુરતના એક કાપડ ઉદ્યોગકારે ખાસ પ્રકારની ફાઇબરમાંથી ભગવા રંગની રામ ભક્તો માટે રામ ટોપી બનાવવાનું કામ શરૂ કર્યુ છે.
આ રામ ટોપી અંદાજિત બે લાખ જેટલી બનશે અને દેશભરમાં ઠેર ઠેર પહોંચાડવામાં આવશે. સુરતમાં જે કાપડ ઉદ્યોગકાર રામ ટોપી બનાવી રહ્યાં છે, તેમને જ ભાજપની કેસરી ટોપી પણ બનાવી છે.
હાલમાં જ મળતી માહિતી મુજબ, સુરતમાં રામ ટોપી બની રહી છે, 22મી જાન્યુઆરીએએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, આ પ્રસંગે રામ ભક્તોના માથે આ રામ ટોપી જોવા મળશે.
દેશભરમાં રામ ભક્તો ઉત્સાહમાં છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગના એક વેપારીએ ખાસ પહેલ કરી છે, આ વેપારીએ બે લાખ જેટલી શ્રી રામ નામ વાળી અને રામના ફોટોવાળી, ભવ્ય રામ મંદિરની કેસરી-ભગવા રંગની ટોપીઓ બનાવી છે, આ વેપારી દ્વારા બે લાખ જેટલી ટોપીએ સાથે શ્રી રામની ધ્વજા પણ બનાવવામાં આવી રહી છે.
ખાસ વાત છે કે, આ રામ ટોપી અયોધ્યાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયા રામ ભક્તોના માથે દેખાશે, હાલમાં દેશભરમાં આને પહોંચાડવાનું પણ કામ ચાલી રહ્યું છે. આ ટોપી અને ધ્વજને ખાસ પ્રકારના ફાઈબરમાંથી તૈયાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા હર ઘર તિરંગા અભિયાન થકી સુરતના કાપડ ઉદ્યોગને એક નવી દિશા તરફ કામ કરવાની ઉજળી તક મળી હતી.
પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી, તે જ ટોપીનો ત્યારથી ભાજપની આ ટોપી અહીં બનાવવામાં આવી રહી છે, આ તમામ ટોપીઓને હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવી રહી છે. દરેક ચૂંટણીમાં આ કેસરી ટોપીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.
અયોધ્યામા આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને માહોલ જામ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંતો-મહંતોના વરદ હસ્તે આ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે.
500 વર્ષ બાદ રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પહોંચી રહ્યાં છે, જેને જેને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.