Demolition: કચ્છમાં મોડી રાત્રે ત્રણ દરગાહો પર ફરી વળ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુઓ ગેરકાયદે બાંધકામ તોડી પડાયાની તસવીરો....
Kutch Demolition: કચ્છમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ફરી વળ્યુ છે, આ વખતે આ કાર્યવાહી બે દરગાહ પર કરવામાં આવી છે, કચ્છના કંડલામાં ગેરકાયદે જમીન પર બનેલી ત્રણ દરગાહને આજે તોડી પડાઇ છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા કચ્છ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક વિસ્તારોમાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરી છે.
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,
આ કડીમાં આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યુ છે. કચ્છ જિલ્લાના કંડલામાં ગેરકાયદે નિર્માણોને તોડી પડાયા છે.
શહેરના દરિયાકાંઠાના તુણામાં રૉડ પર આવેલા કેટલાક ધાર્મિક સ્થળો પર દબાણો દુર કરાયા છે.
આ કાર્યવાહી દરમિયાન નાગેશાપીરની દરગાહ, હાજીપીરની દરગાહ પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, બન્ને દરગાહોને તોડી પડાઇ છે.
શહેરની વલીશાપીરની દરગાહ પર પણ બૂલડૉઝર ચાલ્યુ છે.