Mahashivratri 2021: અમદાવાદ સહિત રાજ્યભરમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, શ્રદ્ધાળુઓએ લગાવી લાઈન, જુઓ તસવીરો
ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શિવભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ભોળાનાથના દર્શન અને અભિષેક માટે લાઇન લગાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વૃદ્ધો સહિત તમામ ઉંમરના લોકો તેમના ઘરની આસપાસ આવેલા મંદિરમાં મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે.
શિવલિંગ પર અભિષેક કરતાં શ્રદ્ધાળુ.
અમદાવાદના નિર્ણયનગરમાં બરફના શિવલિંગને જોવા અને દર્શન કરવાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા.
સુરતમાં શિવભક્તોએ કોરોનાની ગાઇડલાઇન સાથે મહાદેવના દર્શન કર્યા હતા.
રાજ્યમાં શિવરાત્રિના પર્વને લઈ અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. સુરતના અઠવાલાઇન્સ ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.
કોરોના મહામારીને લઈ રાજ્યમાં અનેક શિવલિંગો પર શ્રદ્ધાળુઓને જળાભિષેક કે સ્પર્શ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.