Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Cloudburst: જૂનાગઢમાં બારેય મેઘ ખાંગા,રોડ, વાહનો, મકાન, દુકાનો જળમગ્ન, જુઓ તારાજીના દ્રશ્યો
Gujarat Cloudburst: જૂનાગઢમાં વાદળ ફાટ્યા બાદ વાહનો અને પશુઓ રમકડાની જેમ પાણીમાં તણાયા હતા. આટલું જ નહીં વૃદ્ધ વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા બાદ ગુજરાત પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના જૂનાગઢમાં શનિવારના રોજ વાદળ ફાટ્યા બાદ તબાહીનું દ્રશ્યો જોવા મળ્યા હતા, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાર અને પશુઓ પાણીમાં વહવા લાગ્યા હતા. ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગે 23 જુલાઈએ ભારે વરસાદ માટે એલર્ટ પણ જારી કર્યું છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢમાં પ્રથમવાર આવું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. નવસારી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની સૌથી વધુ અસર થઈ છે.
આટલું જ નહીં જૂનાગઢમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, વૃદ્ધ પાણીમાં તણાયા હતા, જે બાદ ગુજરાત પોલીસના જવાનોએ વૃદ્ધને બચાવ્યા હતા.
વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો સલામત સ્થળે પહોંચવા માટે કમર-ઊંડા પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, જિલ્લાના નવસારી અને જલાલપોર તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં અનુક્રમે 303 અને 276 મીમી વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને અમરેલી એવા જિલ્લાઓ છે જ્યાં શનિવારે ભારે વરસાદ
હવામાન વિભાગે માછીમારોને 22 જુલાઈથી 26 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવા અપીલ કરી છે.