Junagadh: વંથલીના ટીનમસ ગામના ખેડૂતોની સ્થિતિ કફોડી બની, પાક નિષ્ફળ જવાની ભીતિ
જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ જિલ્લાના વિસાવદર તાલુકમાં વરસ્યો છે. આ સિવાય વંથલી તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ગઈ કાલે ભારે વરસાદ વરસ્યો હતો. જે અંતર્ગત વંથલી તાલુકાના ટીનમસ ગામના ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની છે.
ગઈકાલના વરસાદના કારણે ટીનમસ ગામના ખેતરોમાં ઉભેલા કપાસના પાક નિષ્ફળ જવાની ભીતિ વધી જવા પામી છે.
ગઈ કાલ સાંજે વરસાદે વિરામ લીધા હોવા છત્તા આજે પણ ખેતરોમાં પાણી જોવા મળ્યા હતા.
આ તકે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓને હાલ આ વરસાદથી પ્રતિ વીઘા દીઠ 15 હજારથી વધુની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોનું કહેવું હતું કે ઘેડ પંથકમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે છતા તંત્ર કે કોઈ નેતા દ્વારા આ મામલે કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
ટીનમસ ગામમા કુલ 4 હજારની વસ્તી છે. જેમાં મહદઅંશે ખેતી સાથે લોકો જોડાયેલા છે. હાલ પણ ખેતરોમાં પાણી ભરેલા જોવા મળે છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે.