Porbandar Rain: પોરબંદરમાં ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી, જુઓ તસવીરો
પોરબંદર: પોરબંદર શહેર અને જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ છે. પોરબંદર શેહરમાં વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 30 કલાકમાં અંદાજે 18 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદર શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સોસાયટીઓમાં જાણે કે નદીઓ જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભારે વરસાદના પગલે શહેરમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે.
શહેરમાં નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર, રાજીવ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ફરી વળતા લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
કેટલાક ઘરમાં પાણી ફરી વળતા માલસામાનને પણ ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.
પોરબંદરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે પોરબંદરમાં 12 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.