Gujarat Rain: તસવીરોમાં જુઓ 14 ઈંચ વરસાદથી પોરંબદરમાં થયેલા જળબંબાકારનો નજારો
Gujarat Rain Photo: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં જાણો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App14 ઈંચ વરસાદથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે. પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે.
પોરબંદરના છાયા ચોકી, સુદામા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. તો બીડી તરફ ખાપટની રવિ પાર્ક સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયા છે.
નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.
આ અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગઈકાલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર થઈ છે. ભારે વરસાદથી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.
પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. પોરબંદર જતી ટ્રેનોના શેડ્યુઅલ ખોરવાયા છે.