અમેરિકામાં રહેતા મિત્રોએ દાંતા નજીક પદયાત્રીઓ માટે બનાવ્યો સેવા કેમ્પ, સાત્વિક ભોજન અને મેડિકલની સુવિધા
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાના ચોથા દિવસે પગપાળા આવતા પદયાત્રીઓનો મહાસાગર જોવા મળ્યો હતો. લોકમેળામાં અંબાજી આવતા તમામ માર્ગો ઉપર માઈ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો હતો. જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી જાય છે તેમ તેમ અંબાજી આવતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેળામાં લાખોમાં ભક્તો સમગ્ર ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાંથી પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે ત્યારે પગપાળા આવતા ભક્તોની સેવા અર્થે અનેક સેવાકીય ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે
દાંતા નજીક અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદ, કલોલ, મહેસાણાના લોકો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે અને આ સેવા કેમ્પમાં અમેરિકાથી આવેલા સેવાભાવી મિત્રો પદયાત્રીઓને સાત્વિક ભોજન,આરામ અને મેડિકલ સુવિધાની સેવા કરી રહ્યા છે
‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઉઠી છે. માં અંબાના સાનિધ્યમાં અને મા અંબાના દર્શન કરવા માટે આવતા ભક્તો ત્રિશૂળિયા ઘાટથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે
રાજકોટના પદયાત્રીઓએ આ વર્ષે 23માં વર્ષનો મંગળ પ્રવેશ કર્યો છે અને આજે આ રાજકોટ પદયાત્રી સંઘ દાંતાથી અંબાજી જતા ત્રિશૂળિયા રોડ પર પહોંચ્યો હતો. પરંપરાગત પરિધાનથી સજજ થઈને આ યાત્રિકો માના દરબારે જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંઘમાં રહેલા ભક્તોનું કહ્યું છે કે તેઓ 23મા વર્ષે પગપાળા સંઘ લઈને આવ્યા છે. માં અંબાના દર્શન કરી અને નવરાત્રિમાં માતાજી ગરબે ઘૂમવા આવે તે માટે આમંત્રણ આપીએ છીએ અને અમારા સંઘમાં વર્ષોથી પરંપરા મુજબ અલગ અલગ દિવસે અલગ અલગ પોશાકોમાં સજ્જ થઈ પગપાળા ચાલતા ચાલતા માના ધામમાં આવીએ છીએ.