In Graphics: ગુજરાત ચૂંટણીના આ છે કરોડપતિ ઉમેદવારો, જાણો એક ક્લિકમાં
કોંગ્રેસના ઈન્દ્રનિલ રાજ્યગુરુની સંપત્તિ 2012માં 141 કરોડ હતી, જે 2022માં વધીને 162 કરોડ પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ 2017માં 88 કરોડ હતી જે 2022માં વધીને 115 કરોડ થઈ છે.
ભાજપના જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયાની સંપત્તિ 2017માં 28.53 કરોડ હતી, જે 2022માં વધીને 33.41 કરોડ થઈ છે.
ભાજપના ગોધરા બેઠકના ધારાસભ્ય સી.કે.રાઉલજીની સંપત્તિ 2017માં 12.61 કરોડ હતી, જે વધીને 13.41 કરોડ થઈ છે.
કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સંપત્તિ 2017માં 1.15 કરોડ હતી જે વધીને 2.17 કરોડ થઈ છે.
સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા કુતિયાણાના કાંધલ જાડેજાની સંપત્તિ 2017માં 28.70 કરોડ હતી, જે 2022માં ઘટીને 21 કરોડ થઈ છે.
ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષ વકીલની સંપત્તિ 2017માં 49.93 લાખ હતી, જે 2022માં 1.80 કરોડ થઈ છે.
કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સંપત્તિ 2012માં 5.04 કરોડ હતી તે 2022માં ઘટીને 3.70 કરોડ થઈ છે.
વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચતુરસિંહ ચાવડાની સંપત્તિ 2017માં 11.72 કરોડ હતી, જે 2022માં વધીને 14.92 કરોડ થઈ છે.
ભાજપના ધરમપુર બેઠકના ઉમેદવાર અરવિંદ પટેલની સંપત્તિ 1.15 કરોડથી વધીને 2022માં 2.54 કરોડ થઈ છે.
રાજુલાથી કોંગ્રેસના ઉમેદવાર અંબરિશ ડેરની સંપત્તિ 2017માં 8.81 કરોડ હતી, જે 2022માં વધીને 11.45 કરોડ થઈ છે.