ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ભાજપના કેટલા ધારાસભ્યો-મંત્રી થયા કોરોના સંક્રમિત, વાંચો આખું લિસ્ટ
ગુજરાતમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. હવે રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સિવાય ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પણ કોરોના સંક્રમિત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હર્ષ સંઘવી તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેટ થયા હતા. નોંધનીય છે કે હર્ષ સંઘવી અગાઉ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.
અગાઉ મંત્રી જીતુ ચૌધરી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે.
પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે.
વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા.
ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા.