Gujarat Election 2022: કોગ્રેસના પૂર્વ નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા. મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે ભાજપ 100 ટકા ટિકિટ આપશે. મારે ચૂંટણી લડવી નથી. દીકરાને ચૂંટણી લડાવવી છે. ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલા જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોગ્રેસે દીકરાને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.
ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે. ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, ભાજપ પક્ષમાં મારા જીવનનું સદભાગ્ય સમજું છું.
આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી.
મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી.
મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે. નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.
ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.