Gujarat Rain: વલસાડમાં મેઘો મન મુકીને વરસ્યો, બે કલાકમાં ઇંચ વરસાદથી શેરીઓ પાણી પાણી, તસવીરો.....
Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે.
એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે, સ્થાનિકો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન પણ દેખાઇ રહ્યાં છે.
હાલમાં લેટેસ્ટ આંકડા પ્રમાણે, ગુજરાતમાં વલસાડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અહીં સવારે આઠ વાગ્યા સુધીના વરસાદના આંકડા આપવામા આવ્યા છે, જુઓ....
ગુજરાતમાં સવારે આઠ વાગ્યા સુધીમાં 77 તાલુકાઓમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે, જુઓ અહીં વરસાદના લેટેસ્ટ આંકડા...
ખાસ વાત છે કે, છેલ્લા બે કલાકમાં વલસાડ જિલ્લાના વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સવારે આઠ વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે,
સંખેડામાં પોણા 2 ઈંચ વરસાદ, બોડેલીમાં પોણા 2 ઈંચ વરસાદ, સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં દોઢ ઈંચ વરસાદ, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ, ભરૂચ તાલુકામાં સવા ઈંચ વરસાદ
જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ, પલસાણામાં એક ઈંચ વરસાદ, ધરમપુરમાં એક ઈંચ વરસાદ, ડભોઈમાં પોણો ઈંચ વરસાદ, કામરેજમાં પોણો ઈંચ વરસાદ, જેતપુરમાં પોણો ઈંચ વરસાદ
હાલોલમાં પોણો ઈંચ વરસાદ, ઓલપાડ, ગણદેવીમાં પોણો ઈંચ વરસાદ, જામકંડોરણા, પારડી, વાગરામાં પોણો ઈંચ વરસાદ અને ગોંડલ તથા ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.