Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી
આ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 12 થી 15 કલાકમાં નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આ કારણે, આગામી 12 થી 15 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે.
આ વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યા પછી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને કારણે 700 એચપીએ લેવલે એક હળવું સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે.
આ બંને સિસ્ટમોના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.