Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરના સપ્તેશ્વર મહાદેવનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
ભારે વરસાદના કારણે પચાસ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડરમાં સાબરમતી નદીના કાંઠે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પાણી પહોંચી ગયું છે.
સાબરમતી નદીમાં પાણી આવતા સપ્તેશ્વર મહાદેવનું ગર્ભ ગૃહ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે
દર્શનાર્થે આવેલ દર્શનાર્થીઓને ભોળાનાથના દર્શન કરવા મળ્યા નથી પરંતુ હાલ તો તમામ દર્શનાર્થિઓ વહેતી નદીનો માહોલ માણી રહ્યા છે.
ધરોઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. ડેમમાંથી 66 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું.છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો.
મહેસાણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી મોરબીમાં 5.4 બેચરાજી, રાધનપુર, વિસનગર અને ઇડર સવા ચાર ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ નોંધાયો હતો.
વિજાપુર, સરસ્વતી, અમીરગઢ, પોસિના, માણસા, જોટામા, સતલાસણા, ખેરાલુ, દાંત, વડનગર અને હિંમતનગરમાં 3 ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. શંખેશ્વર, સાંતલપુર, ઉંઝા, સિદ્ધપુર, પ્રાંતિજ, કડી, હારીજ, કલોલ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજમાં બે ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.