Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો....
![Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો.... Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/de3d8f03291e3db8e2f516e64ef91e70c7413.jpg?impolicy=abp_cdn&imwidth=800)
Sardar Sarovar Narmada Dam: ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધીમું પડ્યુ છે, છતાં આ બધાની વચ્ચે નર્મદા ડેમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો.... Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/b99cdfff36a4874648e4f3198ac6929b0abfa.jpg?impolicy=abp_cdn&imwidth=800)
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.
![Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો.... Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમની લેટેસ્ટ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/946cb13ca1b7de89349bc0294976b6ed6b273.jpg?impolicy=abp_cdn&imwidth=800)
હાલમાં જ રિપોર્ટ મળી રહ્યાં છે કે નર્મદા ડેમ જળ સપાટી હાઇએસ્ટ લેવલ પર એટલે કે, જળસપાટી 132 મીટરે પહોંચી છે.
હાલમાં મળતી માહિતી પ્રમાણે, નર્મદા ડેમની સપાટી 132 મીટર સુધી પહોંચી છે, અને જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હવે મહત્તમ સપાટીથી તે માત્ર 6 મીટર દૂર છે.
નર્મદા ડેમમાં પાણીની આવક 82,000 ક્યૂસેક જ્યારે જાવક 59,000 ક્યૂસેક થઈ રહી છે. RBPHના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે, જ્યારે CHPHના 3 ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાં હાલ 3256 મિલિયન ક્યૂબીક મીટર પાણીનો લાઈવ સ્ટૉરેજ છે
નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અપાઈ સૂચના - તો બીજી તરફ ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટરે નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે.
આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.
એટલું જ નહીં ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા પશુઓને પણ આ વિસ્તારમા ન લઈ જવા સૂચના આપી છે.
રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ડેમમાં પાણીની આવકમાં હજુ પણ વધારો થઈ શકે છે.