Weather Updates: ચોમાસાની દસ્તક દરમિયાન આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
ઉત્તર ભારતના રાજ્ય આકરી ગરમીની સાથે હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. ઘણા રાજ્યોમાં હજુ પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશમાં પણ રાતો ગરમ રહેવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 18 જૂન સુધી હિટવેવ યથાવત રહેશે. ગંગાના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડના લોકોને પણ હીટવેવનો સામનો કરવો પડશે. આ રાજ્યોમાં 16 જૂન સુધી હીટવેવ રહેશે. આ દરમિયાન તાપમાન પણ 40 ડિગ્રીથી વધુ રહેવાનું છે.
હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું છે કે, પહાડી વિસ્તારોમાં પણ લોકોને ગરમીથી રાહત મળવાની નથી. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ 17 જૂન સુધી હિટવેવ યથાવત રહેશે. તેવી જ રીતે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વીય ભાગ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં તીવ્ર હિટવેવ રહેશે.
દિલ્હી-એનસીઆરમાં ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન તેમજ રાત્રીના સમયે પણ લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે (15 જૂન) બપોર બાદ કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. IMDએ કહ્યું છે કે, શનિવારે (15 જૂન) દિલ્હી-NCRમાં હિટવેવનું આવશે. આગામી દિવસોમાં હવામાન બદલાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં મહત્તમ તાપમાન 44 થી 46 ડિગ્રીની વચ્ચે રહેવાનું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ ચોમાસું સંપૂર્ણ રીતે પહોંચ્યું નથી, જેના કારણે આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને આસામમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે.
આંધ્ર પ્રદેશ, ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્યપ્રદેશ, ઓડિશા, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, તમિલનાડુ અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે.