Heatwave: આગામી પાંચ દિવસ રાજ્યના 17 જિલ્લામાં હીટવેવની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું?
અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. ગરમીથી રાહતના હજુ કોઈ સમાચાર નથી. હવામાન વિભાગે કરી છે આગાહી કે, 'હજુ પાંચ દિવસ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 મે સુધી ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડશે.
આજે અમદાવાદ અને ગાંધીનગર સૌથી ગરમ રહ્યા છે. આ બંને શહેરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે.
ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ હીટવેવ આગાહી કરવામાં આવી છે.
હજુ પણ બે દિવસ વોર્મ નાઇટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓને આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી છૂટકારો નહીં મળે તેવું અનુમાન છે.
પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે. આગામી પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે.