ડાંગ જિલ્લામાં બારે’ય મેઘ ખાંગા, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક ગામો સંપર્કવિહોણા
અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે પાણીથી ઢંકાઈ ગયા છે. લોકમાતા અંબિકા, ખાપરી અને પૂર્ણા કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો જિલ્લા મથકથી 24 કલાકથી વધુ સમયથી સંપર્કવિહોણા બની ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવરફ્લો થવાને કારણે આજે સવારે 2 વાગ્યાની સ્થિતિએ 19 જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા છે.
ડાંગ જિલ્લામાં વઘઇ ખાતે આવેલો ગીરાધોધ તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત માર્ગોનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
વહીવટી તંત્રએ લોકોને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
ડાંગમાં ભારે વરસાદ