આગામી સપ્તાહે વરસાદ છોતરા કાઢી નાંખશે, બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે.
આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.